આ મહોબત છે કે છે એની દયા કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલ થી મળે તો મજલીસ છે “મરીઝ ”
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી
હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ
પુરતો નથી નસીબ નો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ
એવી...